સુરત માં કોરોના ની સ્થિતિ હળવી થતા પાલિકા દ્વારા વધુ 117 બસ શરૂ કરી દેવામાઆવતા હવે સુરત માં 15 રૂટ પર સિટી-બીઆરટીએસ મળી કુલ 264 બસ ચાલુ કરી દેવામાં આવી છે. સુરત ના ઉધના દરવાજાથી સચિન જીઆઇડીસી, ઓએનજીસી કોલોનીથી સરથાણા નેચરપાર્ક, પાલ આરટીઓથી કોસાડ, સોમેશ્વર જંક્શનથી અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક, ગજેરા સર્કલથી ડિંડોલી વારી ગૃહ, પાલ આરટીઓથી કામરેજ ટર્મિનલ, રેલવે સ્ટેશનથી ઉત્રાણ આર.ઓ.બી, રેલવે સ્ટેશનથી કડોદરા, કોસાડથી ખરવરનગર, જહાંગીરપુરા કોમ્યુનિટી હોલથી પાંડેસરા જીઆઇડીસી, કોસાડથી સરથાણા નેચરપાર્ક, કામરેજ ટર્મિનલથી સચિન રેલવે સ્ટેશન આ 12 બીઆરટીએસ રૂટ પર સિટી અને બીઆરટીએસ મળી 235 બસ દોડાવવામાં આવી રહી છે. જ્યારે રેલવે સ્ટેશનથી ખજોદગામ, રેલવે સ્ટેશનથી એરપોર્ટ અને રેલવે સ્ટેશનથી વરિયાવગામ સુધી કુલ 29 સિટી બસ ચલાવાઇ રહી છે.
હવે પછી ના તબક્કા માં બાકી રહેલા રૂટો પર બસો શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા કુલ 45 સિટી બસ રૂટ પર કુલ 575 સિટી બસ અને કુલ 12 બીઆરટીએસ રૂટ પર 166 બસ ચલાવવામાં આવે છે. આમ દિવાળી પહેલા વધુ બસ ચાલુ કરાતા મુસાફરો તેનો લાભ લઇ રહ્યા છે.
