સુરતઃ આજકાલ સમય એટલો ખરાબ આવી ગયો છે કે સગા સબંધીઓ પર પણ ભરોસો મૂકી શકાય તેમ નથી આજે વિશ્વાસ નામની કોઈ ચીજ જોવા મળતી નથી અગાઉ ના જમાના માં કોઈ મહેમાન આવે તો મહિનાઓ સુધી રહેતા અને એકબીજા ના ઘરે બેન દીકરીઓ લગ્ન કે અન્ય પ્રસંગે મહિના અગાઉ કામ કરવા જતાં તેમજ સયુંકત કુટુંબમાં રહેતા છતાં કોઈ હલકું વિચારતા ન હતા પણ આજે તો કોઈ સબંધ જોતું નથી અને સીધાંજ બળાત્કાર કરવા માંડતા હોવાના કિસ્સા વધી ગયા છે આવાજ એક કિસ્સામાંવરાછા ખાતે મામા સસરાના દીકરાએ જ ચાર માસનો ગર્ભ ધરાવતી પરિણીતા પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસની દલીલો કોર્ટમાં ચાલી જતાં આજે સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને દસ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સરકાર પક્ષે આરોપીને કડક સજાની માગ કરવામાં આવી હતી. વરાછા ખાતે રહેતી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, લગ્ન થયા બાદ પતિ સાથે ઘટનાના પાંચ મહિના અગાઉ જ સુરત આવી હતી અને આ દરમિયાન તેને ચાર મહિનાનો ગર્ભ પણ હતો.
પાંચ વાર બળાત્કાર ગુજાર્યો
પતિ સાથે મામાનો દીકરો એવો આરોપી મુન્ના લુંભાણી પણ સાથે જ રહેતો હતો. તા. 11મી મે, 2015ના રોજ ગેસની બોટલ પુરી થતાં પતિ અને મામા સસરાનો દીકરો મુન્નો ગેસની બોટલ લેવાગયા હતા. ઘરેથી ગયા બાદ 20 મિનિટમાં આરોપી જેઠ મુન્નો ઘરે પરત ફર્યો હતો અને તબિયત સારી ન હોવાનું કહીને રૂમમાં સૂઈ ગયો હતો. બીજી તરફ પતિ ટેમ્પો ચલાવતો હતો, તેનેઅમદાવાદ જવુ પડયું હતું. ફરિયાદ મુજબ અડધી રાત્રે આરોપી પરિણીતા પાસે આવ્યો હતો અને શરીરે અડપલાં કરવા લાગ્યો હતો. પરિણીતા જાગી જતાં તેને ચપ્પુ બતાવી મારી નાંખવાનીધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. બીજા દિવસે પણ આ સિલસિલો ચાલુ રહ્યો હતો અને બીજા દિવસે તો પરિણીતાને આખો દિવસ રૂમમાં પુરી રાખી કપડાં પણ ન પહેરવા દઈ પાંચ વારબળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ આરોપી ઘરમાંથી જતો રહેતા પરિણીતાએ પાડોશી મહિલાના ફોન પરથી પતિને ઘટના અંગે જાણ કરી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધીઆરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે એપીપી રાજેશ ડોબરિયાએ દલીલો કરી હતી.
આમ નામદાર કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.
