ભારતીય સમાજ માં જ્યાં સુધી કુટુંબ ભાવના અને સયુંકત પરિવાર હતો ત્યાં સુધી સામાજિક જીવન નિર્દોષ હતું પણ કમાવા ના ચકકર માં પરિવારો તૂટતા હવે એકલા રહેતા દંપતીઓ ના ઘર ભાંગી પડ્યા હોવાના કિસ્સા નોંધાઇ રહ્યા છે આવો જ પતિ પત્ની અને વો..ના કિસ્સા માં યુવક ની જિંદગી નર્ક બની ગઈ હતી અને મજા કરવા જતાં સજા મળી જતા કંટાળી ને યુવકે આખરે આત્મહત્યા કરી લેતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
સુરત નો આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે , જેમાં ચાર વર્ષની બાળકીના માતા અને 28 વર્ષીય પરિણીતાના ત્રાસથી કંટાળીને 18 વર્ષના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હોવાની વાત સામે આવી છે. વિગતો મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલાં હાઉસિંગ સોસાયટીમાં 18 વર્ષીય યુવક પોતાની માતા અને મોટા ભાઈ સાથે રહેતો હતો. છેલ્લા ચાર મહિનાથી લોકડાઉનને કારણે યુવક ઘરે જ રહેતો હતો ત્યારે લોકડાઉન દરમિયાન પાડોશમાં રહેતી 28 વર્ષીય પરીણિત યુવતી સાથે તેની આંખ મળી જતા મિત્રતા બંધાઈ ગઈ હતી.
પરીણિત યુવતીને એક ચાર વર્ષની બાળકી હોવાછતાં પણ આ પરણીતા 18 વર્ષીય યુવકના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. યુવકનાં પરિવારના જણાવ્યા મુજબ યુવતી 18 વર્ષીય યુવકને ફોન કરી વારંવાર બ્લેકમેલ કરતી હતી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતી હતી. યુવક આ યુવતીના ત્રાસથી ઘરમાં જ કેદ રેહતો હતો અને કોઈની સાથે વધુ વાતો પણ કરતો ન હતો.
દરમ્યાન ગુમસુમ રહેતા પોતાના પુત્ર ની હાલત જોઈ તેની માતા એ સમજાવી ને પૂછતાં આખરે આ યુવકે આખી વાત જણાવી દીધી હતી અને બન્ને વચ્ચે બંધાયેલા સબંધ અને પણ વાત કરી દેતા માતા ચોંકી ઉઠી હતી અને તેણે બાજુવાળી આ પરણીતા ને પોતાના પુત્ર ની જિંદગી માંથી નીકળી જવા વાત કરતા બન્ને વચ્ચે ઝઘડો કરતા પરણીતા નો પતિ પણ આવી પહોંચ્યો અને તેણે પણ યુવક નો વાંક કાઢી ઝગડો કરવા લાગતા તેની પત્ની એ કહ્યું કે તે પોતે જ તે યુવક ના પ્રેમ માં પાગલ છે અને તેના વગર રહી શકે તેમ ન હોવાનો ધડાકો કરતા પતિ પણ પોતાની પત્ની નું અસલી રૂપ જોઈ ચોંકી ઉઠ્યો હતો , જોકે આ બબાલ વધતા કંટાળી ગયેલા યુવક ઉપર ફરી પરણીતા નો ફોન આવતા યુવકે પોતાના ઘરમાં આવેલા ઉપર ના માળે જઇ આત્મહત્યા કરી લેતાં આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે.
