મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન મહાવીર કોલેજ, ભરથાણા ખાતે આયોજિત રાજ્યકક્ષાના ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ સાયક્લોથોનને સવારે 7:30 કલાકે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતથી રાજ્યવ્યાપી સાયકલોથોન ફીટ ઇંડિયા મૂવમેન્ટ અંતર્ગત કરાવીને સાયકલ ચાલન થી સ્વસ્થતા દ્વારા બિન ચેપી રોગો થી મુક્તિના સંદેશ ને ઉજાગર કરતા સાયકલ સ્વારો ને પ્રોત્સાહિત કર્યા હતા.
સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના બહેન જરદોશ તથા ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિત અગ્રણીઓ આ રેલીના પ્રસ્થાન માં જોડાયા હતા
સાથે જ સવારે 8:30 વાગ્યે સિંગણપોર કોઝવે ખાતે તાપી નદીનું પૂજનઅર્ચન કરી’નદી ઉત્સવ’નો રાજ્યવ્યાપી શુભારંભ અને યુનિવર્સિટીના ઓડીટોરીયમ ખાતે સવારે 10:00 વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે પાલિકા તથા સુડાના કુલ રૂ.217.25 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત અને 12 વાગ્યે વક્તાણા ખાતે નેશનલ હાઈસ્પીડ રેલ, સી-4 પ્રોજેક્ટ સેક્શન અને ભાટિયા ટોલ પ્લાઝા ખાતે હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની મુલાકાત જેવા ભરચક કાર્યક્રમો રહયા હતા.
Friday, May 17