ગુજરાતમાં કોરોનાના બે શંકાસ્પદ પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જે પૈકી એક રાજકોટ અને સુરતનો એક શંકાસ્પદ કેસ પોઝિટીવ આવ્યા છે. આ અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ટ્વિટ કરતા દોડધામ મચી છે જોકે , ડોકટરો આ અંગે સ્પષ્ટ ફોડ પડ્યો નથી તેઓના મતે રિપોર્ટ આવ્યા પછી સ્પષ્ટ થશે તેમ જણાવી રહ્યા છે.
