સુરતમાં વહેલી સવારે ધૂમમ્સવાળું વાતાવરણ જોવા મળ્યું.શહેર જાણે હિલ સ્ટેશન બન્યુ હોય તેવું વાતાવરણ સર્જાયેલું જોવા મળયુ.કાતિલ ટાઢની લપેટમાં ગુજરાત આવીયું છે.થોડાક દિવસથી રાજ્યમા ઠંડીનું જોર વધતાં કાતિલ ઠંડી જોવા મળી છે.અમદાવાદમાં ગઈ કાલે રેકોર્ડબ્રેક 6.7 ડિગ્રી તાપમાન નોંધાયેલું જોવા મળ્યું.સૌથી ઠંડુ શહેર ગાંધીનગર 4.3 ડિગ્રી સાથે રાજ્યનું બન્યું.દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3દિવસ થી સતત ઠંડી પડે છે.8.2 સે તાપમાન નોંધાયું ત્યારે ગિરનાર પર 3 ડિગ્રી તાપમાન નોંધાયુ.મંગળવારે પોરબંદર રાજકોટ મોરબી અમદાવાદ ગાંધીનગર સુરત ભરૂચ વડોદરા સુ.નગર ભાવનગર અમરેલી સહિત અન્ય રાજ્યમાં કોલ્ડ વેવની ચેતવણી આપવામાં આવી છે.
અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રીથી નીચે રહે જોવા મળશે.અમદાવાદમાં 10 વર્ષ બાદ જાન્યુઆરી મહિનામાં સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાતાં લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો છે.દરિયાકાંઠાના રાજ્યનાં શહેરોને બાદ કરતાં રાજ્યનાં 16 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ નોંધેલો ત્યારે રાજ્યમાં લોકો હાડ થીજવતી ઠંડીમાં થથરી ગયા. ગુજરાતમાં 2014માં પહેલી વાર એવું બન્યું કે સળંગ બે મહિના ઠંડીનું જોર રહ્યું.અગાઉ 2013ના ડિસેમ્બર અને 2014ના જાન્યુઆરીમાં 62માંથી 30 દિવસ કાતિલ ઠંડી પડી હતી.નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. નલિયાનું સરેરાશ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહ્યું હતું.2 મહિનાનું અમદાવાદનું સરેરાશ તાપમાન 14-15 ડિગ્રીની આસપાસ જોવા મળ્યું.8 વર્ષ પછી અમદાવાદમાં કદી ના જોવા મળ હોય એવી કાતિલ ઠંડી જોવા મળી.
.