સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 5 થી 7 એપ્રિલ દરમ્યાન વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરત શહેરમાં વાદળછાયું રહેવાની શક્યતા વચ્ચે હવામાં ભેજના પ્રમાણમાં ઘટાડો થવા સાથે આજે તા. 5 થી 7 એપ્રિલ વચ્ચે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મહત્તમ તાપમાન 34થી 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23થી 24 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના વચ્ચે સૂરત સહિત દ. ગુજરાતમાં વરસાદની આગાહી થતા કેરી અને ચીકૂ ના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.અગાઉ માર્ચમાં આ વિસ્તારમાં બે વખત કમોસમી વરસાદ થયા બાદ હવામાન વિભાગે ફરી માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે.
ચાલુ વર્ષે વારંવાર પવનની દિશા બદલાઈ રહી છે પવનની દિશા બદલાવાથી હિમાલય તરફ જતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્યમાંથી પસાર થાય છે. આમ રાજસ્થાન અને ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અમુક લહેર છુટી પડીને રાજ્યમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડી રહ્યો છે.
