સુરત માં કોરોના નો રાફડો ફાટ્યો છે અને નવા કેસ આવવાનું શરૂ થઈ જતા આરોગ્ય વિભાગ માં દોડધામ મચી છે,સુરત નવી સિવિલ હોસ્પિટલના RMO કેતન નાયક અને હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ગણેશ ગોવેકર કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ કોરોના પોઝિટિવ થતા તેમને હોમ આઇસોલેશન હેઠળ ખસેડાયા છે. આરએમઓ કેતન નાયક ગત રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતે મળેલી બેઠકમાં હાજર રહ્યા હોય તેઓ ના સંપર્કમાં આવનાર પણ કોરોના ગ્રસ્ત હોય શકે તેવી શક્યતા ઉભી થઇ છે.સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયક પોઝિટિવ આવ્યા તે અગાઉ સિવિલના પાંચ તબિબો પણ કોરોનાગ્રસ્ત થયા છે ઉપરાંત
હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ગણેશ ગોવેકર પણ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતે મળેલી બેઠકમાં આર.એમ.ઓ કેતન નાયક
હાજર રહ્યાં જેમાં સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્વની રિવ્યુ બેઠક યોજાઇ હતી.
આજે સુરત શહેર અને જિલ્લામાં મળીને કોરોનાના 690 કેસ નોંધાયા છે. જેથી સુરત શહેર જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં બે હજારને પાર કરી 2086 પર પહોંચી ગઈ છે. છેલ્લા પાંચ દિવસમાં અઠવા ઝોનમાં એકલામાં જ 295 કેસ નોંધાયા છે અને 40 ટકા કેસ અઠવા ઝોનમાં નોંધાઈ રહ્યા છે.
અઠવા ઝોનના ઈચ્છાનાથ વિસ્તારના નહેરુ નગર (૦7), સીટી લાઇટ વિસ્તારની ઇન્દ્રપ્રસ્થ (૦4) એક જ ઘરમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે.જેથી કુલ 343 ક્લસ્ટર ઝોન થયા છે સુરત માં58 વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત બન્યા છે જેથી વાલીઓ માં ફફડાટ ફેલાયો છે.
6
/ 100
SEO સ્કોર