હાલ માં કોરોના વાયરસ માટે સરકાર પગલાં ભરી રહી છે અને સરકારી આરોગ્ય વિભાગ ને સ્ટેન્ડ બાય રાખવાનો આદેશ કરી દીધો છે ત્યારે સુરત સિવિલ માં હજુપણ રેઢિયાળ વૃત્તિ સામે આવી રહી છે અને આવા યુદ્દ જેવા માહોલ માં પણ સિરિયસ નહિ હોવાનું સામે આવી રહ્યું છે સત્યડે ના પ્રતિનિધિ ની હાજરી માં જોવા મળેલી કેટલીક ચોંકાવનારી વાતો થી લાગે છે કે કોરોના હાડમારી માં અહીં યોગ્ય ટ્રીટમેન્ટ અપાતી નથી અને રિપોર્ટ વગર જ દવા આપી દઇ રવાના કરી દેવામાં આવતા હોવાનું લાઈવ જોવા મળ્યું હતું એક ચોંકાવનારો કિસ્સો તો ત્યારે જોવા મળ્યો કે દિલ્હી માં નોંધાયેલ કોરાના ના પોઝીટીવ કેસ ના દર્દી ના સગાઓ ને પણ અહીં કોઈ ટ્રીટમેન્ટ નહિ અપાતા આવા જીવતા બૉમ્બ શહેર માં અન્યો ને ચેપ લગાવે તેવી સ્થિતિ જોવા મળી રહી છે અહીં સરકારી ગાઈડ લાઈન પ્રમાણે કોઈ સિરિયસ નહિ જનતા સુરત સિવિલ શંકા ના ઘેરા માં આવી ગઈ છે ત્યારે આરોગ્ય પ્રધાન જાતેજ રસ લઈ સુરતીઓ ને બચાવે તે જરૂરી છે અને વધારા નો સ્ટાફ નિયુક્ત કરી પેશન્ટ ને સિરિયસ લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
