સુરત : સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલ હીરાના કારખાનામાં કામ કરતો રત્નકલાકાર રૂપિયા ત્રણ લાખની કિંમતના હીરાનું પેકેટ લઈ ફરાર થઈ ગયો છે.છેલ્લા અઢી વર્ષથી કામ કરતા રત્ન કલાકારની આ હરકત ઓફિસના સીસીટીવી માં કેદ થઈ ગઈ છે.જેના આધારે હીરા માલિકે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સુરતના ચોક બજાર વિસ્તારમા નવણિતભાઈ નરસીહભાઈ પટેલ હીરાનું કારખાનું ધરાવે છે.તેમના કારખાનામાં રત્ન કલાકાર તરીકેનું કામ કરતો સિદ્ધરાજ વલોલ નામનો શખ્સ લેઝર વિભાગમાં નાઈટ ડ્યુટી દરમ્યાન ફરજ બજાવતો હતો…ગત તારીખ 26 મી ના રોજ આ શખ્સ નાઈટ ડ્યુટીમાં કામે આવ્યો હતો….જે દરમ્યાન 187 કેરેટના વજન ધરાવતા રૂપિયા ત્રણ લાખની કિંમતના હીરાનું પેકેટ લઈ તે ફરાર થઇ ગયો હતો.હીરાની ચોરી કરનાર શખ્સ મૂળ બનાસકાંઠા ના વાવ તાલુકાનો રહેવાસી હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે.આરોપી છેલ્લા અઢી વર્ષથી ચોક બજાર સ્થિત નવનીત પટેલ નામના હીરા વેપારીને ત્યાં કામ કરતો હતો….જો કે નિયતમાં ખોટ જતા તેને ચોરીની આ ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયો ….આરોપીએ ચોરીની ઘટનાને અંજામ તો આપી દીધો ,પરંતુ તેની હરકત ઓફિસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હીરા માલિકે આરોપી વિરુદ્ધ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.ત્રણ લાખની હીરા ચોરીની ઘટના ને અંજામ આપનાર ચોર શખ્સ ઓફિસના સીસીટીવી કેમેરામાં આબાદપણે કેદ થઈ ગયો છે….સીસીટીવી ફુટેજના દર્શયો જોતા આરોપી પોતાનું કામ કરતા કરતા હીરા નું પેકેટ પેન્ટના ખિસ્સામાં નાખતો નજરે પડે છે.જ સ્પષ્ટ જોઈ શકાય છે.ત્યારે હાલ તો આ સીસીટીવી ફુટેજના આધારે ચોક બજાર પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.