સુવાલી બીચ પર બીચ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. જેથી મોટી સંખ્યામાં લોકો બીચની મુલાકાતે આવી રહ્યા છે. આજ રોજ સુવાલી બીચ પર દરિયામાં ન્હાવા પડેલા પાંચમાંથી ચાર યુવકને બચાવી લેવાયા છે. જ્યારે કે હજી એક યુવક લાપતા છે. જેનુ નામ આકાશ શુક્લા હોવાનું સામે આવ્યુ છે. દરિયામાંથી બચાવવામાં આવેલી એક મહિલા અન પુરૂષની હાલત ગંભીર છે.
જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરતથી એક પરિવારના આઠ સભ્યો સુવાલી બીચ ખાતે ફરવા આવ્યા હતા. જે દરમ્યાન પાંચ યુવક દરિયામાં તણાયા હતા. ઘટના અંગેની જાણ સુરતની ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરની બે ગાડી બીચ પર પહોંચી હતી. સુવાલી બીચ પર બીચ ફેસ્ટિવલ ચાલી રહ્યો હોવા છતા સુરક્ષાના નામે કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યુ છે.