સુરતમાં કતારગામમાંથી ચાર વર્ષની બાળકીનું અપહરણ કરીને યુવકે બાળકી ઉપર બળાત્કાર કરનાર ઈસમ ને પોલીસે ઝડપી લીધો હતો અને આરોપીને સેશન્સ કોર્ટમાં રજૂ કરાતા સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે આરોપી એ ખુબજ ક્રૂર રીતે બાળકી સાથે હેવાનિયત આચરી સુસ્ટ્રી વિરુદ્ધ નું કૃત્ય અને બળાત્કાર કરતા બન્ને ભાગ એક થઇ ગયા નું બહાર આવતા સનસનાટી મચી ગઇ છે , બાળકીની હાલત ખૂબજ ખરાબ છે. સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયેલી બાળકીના બંને પ્રાઈવેટ પાર્ટ એક થઈ જવા સાથે પગમાં પણ ફ્રેક્ચર હોવાનું બહાર આવ્યું છે આ હકીકત બહાર આવતા લોકો માં ભારે ગુસ્સો અને રોષ જોવા મળી રહયો છે.
કતારગામ પોલીસના જણાવ્યા અનુસાર કતારગામમાં શાંતિનગર વિસ્તારમાં એક શ્રમજીવી પરિવાર રહે છે.પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત 4 વર્ષની પુત્રી ગત રોજ બુધવારે બપારે ઘરેથી થોડે દુર ખુલામાં કુદરતી હાજતે ગઈ હતી. પરિવારજનોને એમજ કે બાળકી કુદરતી હાજતે ગઈ છે.થોડા સમય સુધી બાળકી ઘરે ન આવી ત્યારે માતા-પિતા તેને શોધવા નીકળ્યા હતા. દરમિયાન શાંતિનગરથી થોડા આગળ રેલવે ટ્રેક પાસે એવાવરૂ જગ્યા પર મિતેશસિંગ રામનેરશસિંગ (રહે. બજરંગનગર, વરાછા) નામના આરોપી આ બાળકી ને ઝાડીમાં ખેંચી ગયો હતો અને બળાત્કાર ગુજારતો હતો ત્યારે મોનિકાનો રડવાનો અવાજ આવ્યો હતો. જ્યાથી થોડા દુર કારખાનામાં રહેતા કારીગરે અવાજ સાંભળીને બારીમાંથી જોતા તે યુવક બાળકી સાથે બળાત્કાર ગુજારતો હોવાનું જણાતા કારીગરે બુમો પાડી એટલે આરોપી ગભરાઈ ગયો અને બાળકી ને ત્યાં જ ફેંકીને ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ કારીગર અને અન્ય લોકો બનાવવાળી જગ્યા પર આવી ગયા હતા. બીજી તરફ મોનિકાના પરિવારજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે ઘટના સ્થળે જઈને પહેલા બાળકીને હોસ્પિટલ ખસેડી હતી. બાળકી પર દુષ્કર્મ ગુજારાયું હતું સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જેથી બાળકીના બંને પ્રાઈવેટ પાર્ટ એક થઈ ગયા છે અને પગમાં ફ્રેકચર થયું હોવાનું બહાર આવતા આરોપીએ કેટલી ક્રૂરતા થી બળાત્કાર કર્યો હશે તે જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી પોલીસે અજાણ્યા હવસખોર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની શોધખોળ હાથ ધરી હતી.
પોલીસે નજીક ના કારખાના બહારના સીસી કેમેરા ફુટેજ ચેક કર્યા હતા. ત્યારે આરોપી બાળકીને લઈ જતા પણ દેખાય છે અને બળાત્કાર કરીને અશ્વીનીકુમાર ગરનાળા તરફ ભાગતો નજરે પડતો દેખાય છે. કતારગામ પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચની ટીમ તત્કાલિક આરોપીને શોધવા અલગ-અલગ ટીમ બનાવી એક કલાક મહેનત રંગ લાવી હતી અને હીરાબાગ પાસે કોર્નર પર મોઢા પર માસ્ક લગાવીને ઉભેલા ઈસમ પર શંકા ગઈ હતી. જેથી પોલીસે નજીક જઇ માસ્ક હટાવતા તે ભાગવા લાગ્યો હતો. ત્યારબાદ તેનો પીછો કરીને પકડી લીધો હતો.
દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપીને એક કલાકમાં ઝડપી આજે પોલીસે સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જેથી સામે કોર્ટ દ્વારા સાતે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.પોલીસે નરાધમ ને રિમાન્ડ પર લઈ આગળ ની તપાસ હાથ ધરી છે આ બનાવે સુરત માં ભારે ચકચાર જગાવી હતી
