સુરત એરપોર્ટ ઉપરથી ઝડપાયેલા રૂ.25 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં PSI દવેની ભૂમિકા સામે આવ્યા બાદ આ સાહેબે અત્યારસુઘીમાં આવા કેટલાં કન્સાઇન્ટમેન્ટ જવા દીધા તે દિશામાં તપાસ શરૂ થઈ છે.
DRI અધિકારીઓ દ્વારા પીએસઆઇ દવેના બેન્ક એકાઉન્ટ તેમજ સ્થાવર-જંગમ મિલકતોની
તપાસ શરૂ કરવામાં આવી રહી છે.
—પીએસઆઇ પરાગ દવે કોણ છે ?
સુરત ક્રાઇમ બ્રાંચમાં લાંબા સમય સુધી નોકરી કર્યા બાદ પરાગ દવેએ PSIની પરીક્ષા પાસ કરી હતી.
વડોદરામાં નોકરી દરમિયાન PSI દવે ઉચ્ચ અધિકારીની સાથે વિવાદમાં આવ્યા હતા અને લોકસભાની ચૂંટણી અગાઉ તેઓની સુરતમાં બદલી થઈ હતી.
સુરતના કાપોદ્રામાં 2 મહિના નોકરી કર્યા બાદ હવે માર્ચ-2022થી PSI પરાગ દવે સુરત એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગમાં ફરજ બજાવે છે.
સમગ્ર કેસમાં પીએસઆઇ પરાગ દવેની સીધી ભૂમિકા સામે આવી છે અનેે તે સ્મગલરો સાથે કોન્ટેક્ટમા હોવાનું પણ સપાટી પર આવ્યુ છે.
પકડાયેલા આરોપીઓને દુબઈમાં સુરત નાઅડાજણ પાટિયા ખાતે રહેતા એક શખ્સે પીએસઆઇ દવેનો ફોટોબતાવ્યો હતો અને માલ આપતી વખતે કહેવામાં આવ્યું હતું કે આ ગોલ્ડ PSI દવેને આપી દેવુ.
આમ,અત્યારસુધી આવા કેટલા વહીવટ થયા હશે તે તરફ તપાસના ચક્રો ગતિમાન થયા છે.