કોરોના ના કહેર ની શરૂઆત બે મહિના અગાઉ જ શરૂ થઈ ગઈ હતી પણ ભારત સરકારે અચાનક જ લોકડાઉન જાહેર કરી દેતા ધંધા બંધ થવા સાથે વાહન વ્યવહાર પણ બંધ થઈ જતા લાખ્ખો લોકો ની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે અને નહિ ઘર ના કે નહીં ઘાટના જેવી થઈ ગઈ છે હાલ માં સૌથી ખરાબ હાલત સુરત ની છે કે ત્યાં બસ કે અન્ય કોઈ સાધન નહિ મળતા લાખ્ખો લોકો છેવટ ના વિકલ્પ મુજબ ચાલતા જ વતન રવાના થતા તેઓ ને જોઈને કેટલાક ની આંખો ભીની થઇ ઉઠી છે કારણકે આવા હજ્જારો લોકો પોતાના બાળકો અને મહિલાઓ સાથે પહેરેલ કપડે જ રોડ ઉપર ઉતરી પડયા છે અને એકબીજા ના સહારે છેક ભાવનગર , રાજકોટ,ઉના , અમરેલી સહિત સૌરાષ્ટ્ર અને એમપી તરફ હાઇવે ઉપર ચાલતાજ રવાના થઈ ચૂક્યા છે.
21 મી માર્ચ પછી પણ લોકડાઉન લંબાય તેવા ડર વચ્ચે લોકો પગપાળા જ સુરત છોડી રહ્યા હોવાના દ્રશ્યો ધ્રુજાવી દે તેવા છે અને બીજી તરફ હરિદ્વાર સહિત ના યાત્રાધામો ઉપર પણ હજ્જારો લોકો ફસાયા છે ત્યારે સરકારે આ માટે કંઈક કરે તેવી લોક માંગ ઉઠી છે અન્યથા અરાજકતા ફેલાય તેવી શકયતા વ્યક્ત કરાઇ રહી છે.
