સુરત વરાછા વિસ્તારમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે જ હવે પોસ્ટર વોર શરૂ થયું છે…..વરાછા વિસ્તારમાં અલગ અલગ ઠેકાણે આવેલ ઓવરબ્રીજને પિલ્લર સાથે પાસ નેતા હાર્દિક વિરોધી પોસ્ટરો લાગ્યા છે…જો કે આ પોસ્ટરો કોના દ્વારા લગાડવામાં આવ્યા છે તે અંગેની સ્પષ્ટ થયું નથી….
[slideshow_deploy id=’10368′]
આવતીકાલે રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલ સુરતમાં આયોજિત ઉત્તર ગુજરાત પાટીદાર સન્માન સમારોહ અને સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવાના છે…તો બીજી તરફ પાસ નેતા હાર્દિક સામે જ વિરોધી પોસ્ટર વોર શરૂ થયું છે….સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ઓવરબ્રિજ પર હાર્દિક વિરોધી આ પોસ્ટરો લાગ્યા છે…જેમાં દર્શાવવામાં આવ્યું છે કે “”હાર્દિક પટેલ સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે… “”સમાજનો મુખ્ય મુદ્દો છે અનામત છે, ગેરમાર્ગે દોરવાનો ભટકાવાનો નહીં…..””આ સાથે હાર્દિક ગો બેક યોગિચોક જેવા શબ્દનો પણ પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે…”તો હાર્દિક પટેલના કબૂતરબાજ કન્વીનરો શુ ચૂંટણી લડવાના છે,તેવા કટાક્ષ કરતા શબ્દનો ઉઓયોગ પણ આ પોસ્ટરોમાં જોવા મળ્યા છે….પાસ નેતા વિરુદ્ધ જ આવાં વિરોધી પોસ્ટરો લાગતા અનેક વિવાદો સર્જાયા છે….જેના કારણે પાટીદાર અનામત આંદોલન સમીતી ને તોડવાનું આ એક ષડયંત્ર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે….જો કે આ પોસ્ટરો કોના દ્વારા લગાડવામાં આવ્યા છે ,તે બાબત સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી….