ધી સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી (એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ)માંથી વર્તમાન પ્રમુખ ફારુક પટેલ(કેપી)સહિત 10 મેનેજિંગ કમિટીના સભ્યોએ રાજીનામા ધરી દીધા છે.
રાજીનામું આપનારાઓમાં પ્રમુખ ફારુક કેપી ઉપરાંત ઉપપ્રમુખ હનીફ દાલચાવલવાળા, ઉપપ્રમુખ શબ્બીર કાગઝી, સહ,માનદ મંત્રી આમદ આમલા સહિત 6 કારોબારી સભ્યોએ પણ રાજીનામા ધરી દીધા છે. આજે સવારે મેનેજિંગ કમિટીની મીટીંગ મળી ત્યારે તમામ 10 સભ્યોએ રાજીનામાનો પત્ર સોસાયટીના મંત્રી સૈયદ અહેમદ બગદાદીને સુપરત કર્યો હતો. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.