લોકડાઉન(Lockdown)નો ત્રીજો તબક્કો શરૂ થતાની સાથે જ શ્રમિક(Labour) પરિવારોની હિજરતïનો આંકડો ૧૭ લાખને પાર કરી ચુક્યો છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે ઠપ્પ થયેલા રોજગાર – ધંધાïને કારણે નાસીપાસ થયેલા શ્રમિકો(Labour)ને હેમખેમ વતન પહોîચાડવા માટે જિલ્લા કલેકટરï ડો. ધવલ પટેલ દ્વારા શ્રમિકોનીï વતન વાપસી માટેï ભારે સક્રિયતા દાખવવામાં આવી હતી. જ્યારે બીજી તરફ ડિજીટલ પોર્ટલ થકી અરજી કરીને દેશ – રાજ્ય(State)ના વિવિધ શહેરોમાં પહોîચનારા શ્રમિકો મધ્યમ વર્ગીય પરિવારોનો આંકડો પણ લાખ્ખોએ પહોîચ્યો છે. રેલવેથી માંડીને જે તે રાજ્યના વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને સુરત ઉધના રેલવે સ્ટેશનેથી પ્રતિદિન ૩૦થી વધુ ટ્રેનો દોડાવવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, અોરિસ્સા અને રાજસ્થાન સહિતના રાજ્યોના શ્રમિકોને સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલન સાથે તેઓના વતન પહોîચાડવાની ભગીરથ કામગીરીને કારણે જ સમગ્ર દેશમાં સૌથી વધુ સુરતથી ૪૪૫ શ્રમિક ટ્રેનો થકી ૭.૫૦ લાખï નાગરિકો માદર-એ-વતન પહોîચ્યા હતા.ï જ્યારે સુરતથી અન્ય રાજ્યો(State) માટે ઓનલાઈન અરજી કરીને ૩૫,૦૬૦ ખાનગી વાહનો અને બસ દ્વારા પણ ૩,૩૧,૬૯૫ નાગરિકોની વતન વાપસી થવા પામી હતી. સુરત શહેરથી યુપી – બિહાર સહિતના તમામ રાજ્યો માટે ખાનગીï વાહનો અને ટ્રેન થકી ૨૯મી મે સુધી અધધધ ૧૦.૬૬ લાખ શ્રમિકો પોતાના વતન પહોîચ્યા હતા. જે સંભવતઃ સમગ્ર દેશમાંï મોટો આંકડો છે. કલેકટર કચેરીïના જણાવ્યા અનુસાર સુરતથી સૌરાષ્ટÿ – અમરેલી સહિતના શહેરો માટે દોડાવવામાં આવેલી એસટી બસો(Bus) સહિત ખાનગી વાહનોï દ્વારા ૬,૮૪,૩૦૧ નાગરિકો પોતાના પરિવાર સાથે સુરતથી રવાના થયા હતા.
૪ લાખ શ્રમિકોï અને અમરેલીના ૨.૪૩ લાખ લોકોની વતન વાપસી
માર્ચ મહિનાના અંતિમ સપ્તાહથી શરૂ કરવામાં આવેલા લોકડાઉનના નિર્ણયને કારણે શહેર સહિત સમગ્ર જિલ્લામાં વેપાર – ધંધો ઠપ્પ થઈ ગયો હતો. જેની સૌથી વધુ અસર ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પર જાવા મળીï હતી. ત્રીજી મેથી શરૂ કરવામાં આવેલી શ્રમિક ટ્રેનો પૈકી સૌથી વધુ ઉત્તર પ્રદેશ માટે ૨૩૬ ટ્રેન રવાના કરવામાં આવી હતી. આ સિવાય ૧૫૯૯ ખાનગી વાહનોને પણ મંજુરી આપવામાં આવી હતી. માત્ર ઉત્તર પ્રદેશïના ચાર લાખ જેટલા શ્રમિકો સુરતથી હિજરત કરીï ચુક્યા છે. જ્યારે બીજી તરફ ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લા માટે સુરતથી ૩૪૭૩ એસટી બસો દોડાવવામાં આવી હતી અને ૭૭૭૨ ખાનગી વાહનોને મંજુરી આપવામાં આવી હતી. રાજ્યના અન્ય જિલ્લાઅોની તુલાનમાં અમરેલી જિલ્લાïમાં સૌથી વધુ ૨.૪૩ લાખ નાગરિકોની હિજરત સરકારી ચોપડે નોîધાવા પામી છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરી માટે સુરતથી એક માત્ર નાગરિક પોતાના ખાનગી વાહન થકી વતન રવાના થયો હતો.
કોરોનાના હાહાકારને પગલે મહારાષ્ટÿ – કર્ણાટક માટે પરવાનગી ફરજીયાત
સુરતથી અન્ય રાજ્યોમાં જવા માટે નાગરિકોએ હવે કોઈ પરવાનગી કે મંજુરીની કોઈ આવશ્યકતા નથી. માત્ર મહારાષ્ટÿ અને કર્ણાટકમાં કોરોના વાયરસનો હાહાકાર યથાવતï રહેતા ત્યાંની સરકાર દ્વારાï હજી પણ પરવાનગી ફરજીયાત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે ડિજીટલ ગુજરાત વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરીને સુરતથી મહારાષ્ટÿ અને કર્ણાટક માટે નાગરિકો રવાના થઈ શકે છે.