ગુજરાતમાં કોરોના વાયરસના બીજા પાંચ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ કરી આ માહિતી આપી હતી. ગુજરાતમાં આ સાથે જ કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 18 થઇ ગઇ છે. સાથે જ નીતિન પટેલે કોરોન્ટાઇનનો ભંગ કરનાર સામે પોલીસ કેસ કરવા પણ કહ્યું હતું.
સુરતમાં કોરોનાથી પહેલું મોત થયું છે.. સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતા 69 વર્ષના વૃદ્ધનું મોત થયા હાહાકાર મચી ગયો છે મહિલાને કોરોના પોઝેટીવ આવતા છેલ્લા 4 દિવસથી સારવાર ચાલુ હતી, જેનું બપોરે મોત થતા તંત્રમાં હાહાકાર મચી ગયો છે.