સુરત પંથકમાંમાં ક્રાઇમરેટ વધી રહ્યો છે અને યુવતીઓ સલામત રહી નથી અને ગ્રીષ્મા ના ગળા ઉપર જ્યારે હત્યારાએ ચપ્પુ ફેરવી દીધું ત્યારે આસપાસમાં ઉભેલા સબંધીઓ અને લોકો કઈ કરી શક્યા ન હતા ત્યારે એક યુવતીએ પોતાની બહેનના ગળા ઉપર ચપ્પુ મુકનારને કિક મારી પડી દઈ બહેનનો જીવ બચાવ્યો હતો, હવે કોલેજીયન યુવતીઓ પોતાની રક્ષા માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ લઈ રહી છે ત્યારે સુરત નજીકના ચલથાણની કબીર સોસાયટીમાં મધરાત્રે ત્રાટકેલા લૂંટારાને સેલ્ફ ડિફેન્સની તાલીમ લીધેલી 20 વર્ષની યુવતી ભટકાઈ જતા યુવતી પાસે કોઈ હથિયાર નહિ હોવાછતાં તેણે સશસ્ત્ર લૂંટારુઓનો બહાદુરીથી એકલા હાથે સામનો કરી લૂંટારુઓને ભગાડી મુક્યા હતા.
લૂંટારાનો પ્રતિકાર કરતી વખતે યુવતીને હાથમાં ચપ્પુ વાગી જતાં 24 ટાંકા આવ્યા હતા.
વિગતો મુજબ પલસાણાની ચલથાણની રામ કબીર સોસાયટીમાં ઘર નં. C 51માં મૂળ ઓડિશાના બાબુરામ કાશીનાથ સ્વાઇન પોતાની પત્ની ભારતીબેન અને 2 દીકરી રિયા અને રિચા સાથે રહે છે.
દરમિયાન મંગળવારની રાત્રે પરિવારના 3 સભ્ય સૂઈ ગયા હતા તે સમયે મધ્યરાત્રિ સમયે ઘરનો દરવાજાનો નકુચો તોડી હથિયાર સાથે ત્રણ લૂંટારા ઘૂસી ગયા હતા.
જોકે, પરિવારની મોટી 20 વર્ષીય દીકરી રિયા કોલેજની પરીક્ષા હોવાથી વાંચન કરતી હોય, એક લૂંટારો આવી ગળા પર ચપ્પુ મૂકી દેતાં યુવતીએ કોલેજમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લીધી હોય તેણે હિંમતપૂર્વક સામનો કરતાં ત્રણે લૂંટારા દૂર થઈ ગયા હતા ત્યારબાદ ત્યાં રિયાની નાની બહેન રિચા આવી જતા તેના ગળા પર લૂંટારુઓએ ચપ્પુ મૂકવાનો પ્રયાસ કરતાં રિયાએ દોડીને બહેનના ગળા ઉપર ચપ્પુ મુકનારને ટ્રીકથી નીચે પાડી નાખ્યો હતો.
આ દરમિયાન આખું પરિવાર જાગી જતા બૂમાબૂમ થતા લૂંટારુઓ દીવાલ કૂદી ભાગી ગયા હતા, જોકે દીકરીએ ચોરો સાથે બાથ ભીડતાં હાથના ભાગે ચપ્પુથી ઇજા થઇ હતી.
જોકે,ભાગી રહેલા લૂંટારુઓ મોબાઈલ ફોન તેમજ રસોડામાંથી એક ડબ્બો લઈ પાછળના બારણેથી બહાર નીકળી ત્રણેય લૂંટારાઓ રેલવેની દીવાલ કૂદી રેલવે પાટા તરફ ભાગી છૂટ્યા હતા બીજી તરફ રિયાની લોહીલુહાણ હાલત જોઈ મમ્મી-પપ્પા ગભરાઈ ગયા હતા અને આસપાસ લોકોને જગાડી ઇજાગ્રસ્ત રિયાને કડોદરા મોદી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં હાથના ભાગે 24 ટાંકા આવ્યા હતા.
ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી, કડોદરા પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી છે.
રિયાનું સાયન્સ કોલેજના પ્રથમ વર્ષનું કેમિસ્ટ્રી 1નું છેલ્લું પેપર પણ હાથમાં ઇજા હોવાને કારણે રિયા પરીક્ષા આપી શકી ન હતી.
જોકે,ત્રણ ત્રણ લૂંટારુઓનો હિંમત થી સામનો કરનાર રિયાની બહાદુરી ને લોકો સલામ કરી રહયા છે.
સોમવાર, મે 19
Breaking
- Breaking: BCCIનો મોટો નિર્ણય: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ટીમ ઈન્ડિયા એશિયા કપમાંથી બહાર!
- Breaking: પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં ધરપકડ થયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અંગે પિતાનું નિવેદન
- Breaking: અમિત શાહની હાજરીમાં તિરંગા યાત્રા: ઓપરેશન સિંદૂરનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડવાનો પ્રયત્ન
- Breaking: શશિ થરૂરનો સંકલ્પ: દેશ માટે જ્યાં જરૂર પડશે, ત્યાં ઊભો રહીશ
- Breaking: શરદ પવાર અને અજિત પવાર વચ્ચે સમરસતા? મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સંકેતો
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી