ગુજરાતમાં મોટા ભાગે અવાર નવાર ભુકંપના આંચકા અનુભવાતા રહે છે. જેમાં આજ રોજ દક્ષિણ ગુજરાતમાં 3.7 ની તીવ્રતાનો ભુકંપ સર્જાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સુરત અને નવસારીમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભુકંપનું કેન્દ્રબીંદું સુરતથી 20 કિલોમીટર દુર ભરૂચ આસપાસ હોવાનું જાણવામાં આવ્યુ છે. જો કે અત્યાર સુધી કોઈ જાનાહાની સર્જાઈ નથી.