સુરતમાં આવેલી પ્રભાત તારા સ્કૂલની માન્યતા રદ્દ કરવામાં આવતા સ્કૂલના 54 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાથી વંચિત જોવા મળ્યાં છે. પ્રભાત તારા સ્કીલની માન્યતા બોર્ડ રદ કરતાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપી શક્યા નથી.
સુરતમાં પ્રભાત તારા સ્કૂલના વિદ્યાર્થીઓને હોલટિકિટ ન મળતા વિવાદ જોવા મળ્યો છે. આજે પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓને ટિકિટ ન મળતા રોષ જોવા મળ્યો છે. જેમાં રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ સ્કૂલમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે.
મહત્વનુ છે કે, 2016માં બોર્ડ તરફથી સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી હતી તેમ છતા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા અને હવે પરીક્ષા પાસે આવતા સંચાલકોએ સ્કૂલને તાળા લગાવ્યા છે. સ્કૂલની બહાર પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
બોર્ડ દ્વારા સ્કૂલની માન્યતા રદ્દ કરાતાં સ્કૂલના 54 વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકીટ મળી નથી. જેના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે નહીં. આમ બોર્ડ અને સ્કૂલના વિવાદ વચ્ચે 54 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા જોવા મળી રહ્યાં છે.
જો કે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા વિરોધના વિવાદ બાદ સ્કૂલમાં સંચાલકોએ તાળા લગાવી દીધી. જ્યારે અન્ય વર્ગના વિદ્યાર્થીઓને પણ સ્કૂલની બહાર ઉભા રાખવામાં આવ્યાં. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં શિક્ષણ વિભાગે સ્કૂલની માન્યતા રદ્દ કરી હતી.