સમગ્ર રાજ્ય(Gujarat)માંથી 10.83 લાખ વિદ્યાર્થી(Students)ઓએ પરીક્ષા (Exam) આપી હતી, જેમાં સમગ્ર રાજ્યમાં સુરત(Surat)નું ધો. 10 નું સુરત પરિણામ (Result)74.66 ટકા નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ એ-વન ગ્રરેડ ધરાવતા તારલાઓની સંખ્યા પણ સુરતમાં જ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે સુરતના જુદા-જુદા 282 બ્લોકમાંથી 79 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા(Exam) આપી હતી, જેમાંથી સુરતના 350 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યા છે. નોંધનીય છે કે સમગ્ર ગુજરાતનું ધો. 10નું 60.64 ટકા પરિણામ(Result) આવ્યું છે. ગત વર્ષ કરતાં 6 ટકા જેટલુ ઓછુ પરિણામ આવ્યું છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતનામ વલસાડ, નવસારી, તાપી જિલ્લાનું પરિણામ એવરેજ રહેવા પામ્યુ હતું. વલસાડ જિલ્લાનું 58.52 ટકા પરિણામ નોંધાયું છે. અહીં માત્ર 9 વિદ્યાર્થી એ.1 ગ્રેડમાં પાસ થયા હતાં. જ્યારે નવસારી જિલ્લામાં ધોરણ 10 નું 64.72 ટકા પરિણામ આવ્યું હતું. નવસારી જિલ્લો રાજ્યમાં 5 માં ક્રમે રહ્યો છે.
દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, દમણ, તાપી જિલ્લામાં ધોરણ-10નું પરિણામ એવરેજ રહેવા પામ્યું હતું. નવસારી જિલ્લામાં ધોરણ 10 નું 64.72 ટકા પરિણામ આવ્યું હતું. નવસારી જિલ્લો રાજ્યમાં 5 માં ક્રમે રહ્યો છે. જિલ્લાની 200 શાળામાંથી 10 શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે. નવસારી જિલ્લામાં A-1 ગ્રેડમાં 57 વિદ્યાર્થીઓ અને A-2 ગ્રેડમાં 649 વિદ્યાર્થીઓ સામેલ છે. વલસાડ જિલ્લાનું 58.52 ટકા પરિણામ નોંધાયું હતું. જેમાં A1 ગ્રેડ મેળવવામાં માત્ર 9 વિદ્યાર્થીઓ સફળ થયા હતાં. તાપી જિલ્લામાં ધોરણ 10 નું 49.27 ટકા પરિણામ આવ્યું હતું. તાપી જિલ્લો રાજ્યમાં 32 માં ક્રમે રહ્યો છે. માત્ર 2 શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે. જિલ્લામાં A-1 ગ્રેડમાં એકપણ વિદ્યાર્થી સામેલ નથી જ્યારે A-2 ગ્રેડમાં 59 વિદ્યાર્થીઓ સામેલ છે.