સુરતના કતારગામમાં 6 મહિના પહેલા એક ગેંગરેપની ઘટના બની હતી જેમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરી તેના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાના આરોપીઓ પૈકી એક આરોપી જય ખોખરિયાએ ફરી વાર છેડતી કરી હતી. જેથી આ વાતની જાણ તેના પિતા અને ભાઈને થતા તેઓ આરોપીને ઠપકો આપવા પહોંચ્યા હતા. જેથી આ લોકો વચ્ચે બોલાબાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો અને આરોપીઓએ તેના ભાઈ-પિતા પર જીવલેણ હુમલો કરતા પિતાનું આજે સારવાર દરમિયાન મોત થયું હતું.
કતારગામ વિસ્તારમાં રહેતી 16 વર્ષિય રાધિકા ( નામ બદલ્યું છે) પર આરોપી જય ખોખરિયા અને તેના મિત્રોએ 6 મહિના પહેલા સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને તેના ફોટા પાડી લીધા હતા જેથી આ આરોપીઓ વારવાર કિશોરીની છેડતી કરતા હતા. જેથી આ બાબતની જાણ કિશોરીએ તેના પરિવારજનોને કરતા તેના પિતા અને ભાઈ બન્ને આરોપીઓને ઠપકો આપવા માટે પહોંચ્યા હતા. જો કે મામલો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા આરોપીઓએ તેના ભાઈ અને પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો. જેથી તેના પિતાને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જયાં તેમનું આજે 13 દિવસની લાંબી સારવાર બાદ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે મર્ડરની કલમ દાખલ કરી તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.