ગઈ કાલે વહેલી સવારે ભારતીય એરફોર્સે પુલવામામાં થયેલા આતંકી હુમલાનો જડબાતોબ જવાબ આપ્યો હતો, જેની ખુશીમાં સુરતવાસીઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા. આ ઘટનાને જોઈને સુરતના અંક વ્યક્તિએ પ્રશંસનીય કામ કર્યું હતું. તેમણે એર સ્ટ્રાઈકને લઈને વાયુસેનના જવાન અને પીએમ મોદીની પ્રિન્ટ વાળી સાડી ચાર કલાકમાં બનાવી હતી.
સુરતની અભિનંદન માર્કેટના સાડીના વેપારી વિનોદકુમાર જૈનએ જણાવ્યું હતું કે લાંબાં સમયથી આતંકીઓના હુમલામાં દેશના જવાનો શહીદ થતા આવ્યા છે અને સરકારે આ એક અસરદારક પગલું ભર્યું છે. જેને પ્રેરણા બનાવીને વેપારીએ જવાન અને મોદીના પ્રિન્ટવાળી સાડી બનાવવાનું નક્કી કર્યું હતું. તેમણે સાત દિવસમાં બનતી આ સાડીને 3 દિવસમાં બનાવી હતી. આ સાડીને લોકોએ ખુબ પસંદ કરી છે અને 2000 સાડીનો ઓર્ડર પણ મળ્યો છે.