વીર નર્મદ દ.ગુજરાત .યુનિ. ની યુજી અને પીજીની પરીક્ષાને મામલે છેલ્લા પખવાડીયાથી ચાલી રહેલા વિવાદનો આજે સુખદ અંત આવ્યો છે. વિદ્યાર્થીઓ(Students)ની માંગણી સામે યુનિ. એ નમતું જોખી 25 મી જૂનથી શરૂ થતી પરીક્ષાઓનો સમગ્ર કાર્યક્રમ પડતો મુક્યો છે. કોરોનાની મહામારીને લઈને સમગ્ર યુનિ. નો શૈક્ષણિક કેલેન્ડર ખોરવાઈ જમા પામ્યું છે. યુનિ. ની પરીક્ષાઓથી(Exam) લઈને સત્રારંભ ખોરવાઈ ગયું છે. જેને લઈને સમગ્ર યુનિ. તંત્ર અને વિદ્યાર્થી આલમ અવઢવમાં હતું. રાજ્ય સરકારે માંડ લોકડાઉન ખોલ્યું તે વચ્ચે જ નર્મદ યુનિ. ના સત્તાધીશોએ 25 જૂનથી અલગ અલગ પરીક્ષાનો ઉતાવળિયો કાર્યક્રમ જાહેર કરી દીધો હતો. જેને લઈને ચોમેરથી યુનિ. સત્તાધીશોની ઝાટકણી કરવામાં આવતી હતી. જેથી હવે યુનિવર્સિટી સત્તાધીશોએ નમતું જોખી પરીક્ષાઓ પાછળ ઠેલી છે. હવે તમામ પરીક્ષાઓ 13 જુલાઈથી શરૂ થશે.
યુનિ. એ 25 જૂનથી બી.એ.(BA), બી.કોમ(BCOM) તથા એમ.કોમ(MCOM) અને એમ.એસ.સી. ની અલગ અલગ પરીક્ષા લેવાનો નિર્ધાર કર્યો હતો, જેના કારણે છંછેડાયેલા અલગ-અલગ વિદ્યાર્થી સંગઠનોએ ભરપુર વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓ યુનિ. ના આ ઝક્કી નિર્ણય સામે મેદાનમાં ઉતર્યા હતા અને ઉરરાછાપરી પ્રદર્શોન અને દેખાવ કર્યા હતા. એનએસયુઆઈ અને ેબીવીપીના વિદ્યાર્થી નેતાઓ પરીક્ષા મુલતવી રાખવા સતત રજૂઆતો કરતા હતા પરંતું યુનિ. સત્તાધીશો આ મામલે ટસના મસ નહીં થતા મામલો ગુંચવાયો હતો. આ દરમિયાન કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએનયુઆઈએ બે દિવસમાં ધરણાઓ કરી જડબેસલાખ કાર્યક્રમો આપ્યા હતા. જેને લઈને આખરે વીર નર્મદ યુનિ. ના(South Gujarat University) સત્તાધીશોએ 25 જૂનથી પરીક્ષા લેવાની મમત છોડી હતી. યુનિ. એ મોડી સાંજે સત્તાવાર રીતે એક યાદીમાં 25 મી જૂનથી શરૂ થતી તમામ પુરીક્ષાઓ મોકુફ રાખવા નિર્ણય કર્ોય છે. હવે પછીની તમામ પરીક્ષાઓ 13 જૂલાીતી તબક્કાવાર લેવા આયોજન કરી દેવાયું છે.
પરીક્ષાઓ રદ્દ કરાવવાના મામલે વિદ્યાર્થી સંગઠનોએ પણ રાજકીય દાવપેચ ખેલ્યા
કોરોનાની મહામાપૃરીને લઈને એકસામટા 50 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમમ જાહેર કરીને યુનિ. સત્તાધીશો ભેરવાઈ ગયા હતા. કોરોનાનું સંક્રમણ અને સોશિયલ ડિસ્ચન્સિંગને જોતા યુનિ. ના ગળામાં પરીક્ષાનું હાડકું બરોબર ભેરવાયું હતું. વિદ્યાર્થીઓના વિશાળ હીતને ધ્યાનમાં લઈને અલગ-અલગ સંગઠનોએ વિરોધનો સુર વ્યક્ત કર્યો હતો. શરૂઆતમાં વિદ્યાર્થીઓને ા લડાઈ વિદ્યાર્થીઓને સ્પર્શતી હોય ેવું દેખાતુંર્ં હતું, પરંતું આ આંદોલન નિર્ણાયક તબક્કે પોહંચે તે પહેલીા જ પરીશ્રક્ષા રદ્દ કરાવવાના જશ ખાટવા બંને સંગઠનો ચડસા ચડસી પર ઉતરી આવ્યા હતા.
સંભવત પરીક્ષાઓનો કાર્યક્રમ……
13 જૂલાઈ- યુજીના અંતિમ વર્ષની પરીક્ષા
પી.જીના વિદ્યાર્થીઓની સેમ-2 અને સેમ- 4 ની પરીક્ષાઓની કાર્યક્રમોની યાદી પછીથી યુનિ. ની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.