આજ રોજ સુરતમાં અલ્પેશ કથીરિયાએ વરાછામાં ચક્કાજામ કરી દેતા અને પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો હતો, જેના કારણ તેની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો, જેમાં અલ્પેશ અને કાર્યકર્તા વિરુદ્ધ બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઘટનાના સંદર્ભમાં પોલીસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું હતું કે અલ્પેશ કથિરીયાએ પોલીસ કર્મચારીઓને ગંદી ગાળો આપી છે અને તેમની સાથે અસભ્ય વર્તન કર્યું છે. જે વ્યક્તિ આંદોલનનો ચહેરો હોય તે મવાલી અને ટપોરી જેવું વર્તન ક્યારેય કરે નહીં. આ અગાઉ પણ અલ્પેશ કથીરિયા પરવાનગી વગર કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોઈ ને કોઈ કારણ આગળ કરીને અલ્પેશ પોલીસ સાથે ઘર્ષણ કરી પોતાની નેતાગીરી કરે છે. શહેરની શાંતિ ને ડહોલવાનો પ્રયત્ન કરનાર ને કોઈ સાથ ન આપશે નહીં. પાસ હોય કે બીજા કોઈ વ્યક્તિ હોય કાયદા નું ઉલ્લઘન કરશે તે ચલાવી લેવામા આવશે નહીં. અલ્પેશ કથીરિયા વિરુદ્ધ રાયોટિંગ અને ગાળા ગાળી કરવાનો કેસ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અલ્પેશ કથીરિયા ને રાજદ્રોહ કેસમા શરતી જામીન મળ્યા છે જેમાં અલ્પેશ કોઈ પણ પ્રકારે શહેર નીં શાંતિ ડહોલી શકે નહીં જેથી પોલીસ તેના જામીન રદ્દ કરવા કોર્ટ મા કાર્યવાહી કરશે. અલ્પેશ શહેર ની શાંતિ ડહોલવાનો પ્રયત્ન કરશે તો તેના વિરુદ્ધ આરોપી જેવો વ્યવસ્થા કરવામાં આવશે