આજે દિવસભર પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયા અને પોલીસ વચ્ચે ઘમાસાણ ચાલ્યું છે. અલ્પેશ કથીરીયા વિરુદ્વ ધાક-ધમકી અને રાયોટીંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અલ્પેશની પોલીસે ધરપકડ કરી છે. ગાડી પાર્ક કરવાના મામલે ચાલેલો વિવાદ પોલીસ મથકે પહોચ્યો અને ધરપકડ બાદ આંદોલન સુધી અને એફઆઈઆર સુધી પહોંચી ગયો.
પોલીસ લોકઅપમાં અલ્પેશ કથીરીયા દ્વારા પોલીસ અધિકારીઓને ગાળો આપી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં અલ્પેશ કથીરીયા એસીપી પરમાર સહિત પોલીસ અધિકારીઓ વિરુદ્વ બેફામ ગાળો બોલતો હોવાનું જણાય છે. લોકઅપમાં મૂકેલી ઝાડુને બહાર ફેંકતો દેખાય છે.