શહેરના અમરોલી વિસ્તારમાં પોલીસે દરોડા પાડી ખુલ્લી જગ્યામાં સંતાડેલ ગાંજાનો જથ્થો ઝડપી પડ્યો છે.ગાંજાનો જથ્થો આરસે 394 કિલોગ્રામ જેની કિંમત 23 લાખ રૂપિયા થાય છે. ગાંજાનો જથ્થો કબજે કરીને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

માહિતી અનુસાર, સુરતમાં રેલવે મારફતે લાંબા સમયથી ગાંજાનો જથ્થો લેવામાં આવે છે તેને પગલે પોલીસ દ્વારા દરોડા પાડ્યા છે. સુરતની SOG પોલીસ દ્વારા અમરોલી વિસ્તરમાં દરોડા પાડતા રેલવે ટ્રેક નજીક અવાવરું જગ્યામાં બાવળની ઝાડીમાંથી 23.63 લાખ રૂપિયાનો 394 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
SOGએ ભરથાણા ગામની સીમમાં રેલવે ટ્રેક નજીક બાલુભાઈ વિરજીભાઇ ડોબરીયાના ખેતરની બાજુમાં આવેલી અવાવરું જગ્યામાં કૂવાની પાસે બાવળની ઝાડીમાં સંતાડેલો ગાંજો બિનવારસી કબ્જે કર્યો હતો. આ અંગે પોલીસે અજાણ્યા વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.