LAC પર ચીની સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતીય સેનાના 20 જેટલા જવાનો શહીદ થયા બાદ ચીન વિરુદ્ધ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. દેશ સહિત ગુજરાતમાં પણ અનેક ઠેકાણે ચીન વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરતમાં તો લોકોએ ટીવી સહિત અન્ય ચાઈનીઝ પ્રોડક્ટોને તોડીને પોતાનો આક્રોષ ઠાવલ્યો છે.
સુરતમાં પણ અનેક ઠેકાણે ચીન પ્રત્યે લોકોનો રોષ ભભૂક્યો હતો. ઉધનામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના પૂતળા ફૂંકવામાં આવ્યા હતા. આ સાથે જ ચીન વિરુદ્ધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરના વરાછા વિસ્તારમાં લોકોએ પોતાના ઘરોમાંથી ટીવી સહિત મેડ ઈન ચાઈના પ્રોડક્ટ લાવીને તોડફોડ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.