સુરતના પોશ એરિયા વેસુમાં હવે સ્પામાં કામ કરતી યુવતીઓ માટે સલામતી જણાઈ આવી રહી નથી. વેસુમાં આવેલા સ્પામાં કામ કરતી યુવતી સાથે સેક્સ માણવા માટે ટપોરીઓએ એવું કૃત્ય આચર્યું કે જેના કારણે યુવતીએ પોલીસનું શરણું લેવાની ફરજ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિગતો મુજબ સુરતના પોશ એરિયા વેસુમાં આવેલા રાજમંદિર પ્લાઝામાં માખનભોગના ઉપરના માળે સ્પા આવેલું છે. આ સ્પામાં એક યુવતી કામ કરે છે અને અહીં આવતા ગ્રાહકોને મસાજ કરે છે. સ્પામાં મસાજ કરનારી યુવતી સાથે શરીર સુખ માણવાની માંગ નહીં માનતા ત્રણ બદમાશો તલવાર અને ચપ્પુ લઈને ધસી આવ્યાં હતા અને સ્પામાં તોડફોડ કરી સંચાલકને માર માર્યો હતો. આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો.
ઘટના અંગે સ્પાનું સંચાલન કરતા સુમિત શશી રાજપૂતે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ફોન પર યુવતી સાથે સેક્સ માણવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. યુવતી દ્વારા ટપોરીઓની હવસને સંતોષવાનો ઈન્કાર કરવામાં આવતા આજે સવારના સમયગાળા દરમિયાન પંકજ પાતુળે, બંટી કટારા અને બાબા નામના ટપોરીએ સ્પા પર પહોંચીને સ્પાના સંચાલકને ઢોર માર માર્યો હતો. સ્પામાં મોટાપાયા પર તોડફોડ કરી હતી. આ ટોળકીએ તલવાર અને ચપ્પુ જેવા ઘાતક હથિયારો સાથે સ્પાનાં સંચાલક પર હુમલો કર્યો હતો.
ઉમરાપોલીસે ફરિયાદ લઈને પંકજ યુવરાજ પાતુળે (રહે- રૂષિનગર,ગોડાદરા), બંટી કટારા અને બાબા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.