યૂટ્યુબ જીગલી અને ખજૂર નામે ચાલતી કોમેડી સિરીજના સુરતના કલાકાર જિગરના જન્મ દિવસની પાલ – અડાજણ રોડના ગૌરવપાઠ પર ઉજવણી કર્યા બાદ સાથી કલાકારને મૂકવા જતાં રસ્તામાં થયેલી ગેરસમાજમાં યુવાનોએ બંનેનું અપહરણ કરીને જિગરને ચપ્પુના ઘા મારી દેવાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ યૂટ્યુબ પર જીગલી – ખજૂરના નામે કોમેડી ક્લિપ ચાલે છે. આ કલીપના કલાકાર જિગર શાંતિલાલ શેલડિયા નો રવિવારે જન્મ દિવસ હતો. આથી જિગર અને સાથી કલાકારો ધ્રુમિલ અને દર્શક અને નિકિતા પાલ ગૌરવપથ પર ભેગા થઈને જિગરનો જન્મદિવસ માનવીને છૂટા પડ્યા. જિગર નિકિતાને મૂકવા માટે પાલનપુર જકાતનકા પાસે આવેલા તેના નિવાસ સ્થાને જતો હતો. તે વખતે રસ્તામાં એક બાઇક ચાલકે નિકિતાની મોપેડને ટક્કર મારતા જિગરે બૂમ પડી હતી. બાઇક ચાલક તો ભાગી છૂટયો હતો. પરંતુ ગૌરવપથ પર અડ્ડો જમાવીને વેસી રહેતા વિનાયક સંજય ગોહિલ , હિતેશ રમણ ગણાવા આ બંનેને એવું લાગ્યું કે જિગર તેમને ગાળો આપી રહ્યો છે.
આથી જિગર અને નિકિતાની મોપેડનો પીછો કરીને નિકિતા જ્યાં રહેતી હતી તે પાલનપુર જકાતનકા ગયા હતા. ત્યાં પહોચીને વિનાયક અને હિતેશે ચપ્પુની અણીએ બંનેનું અપહરણ કરીને બાઇક પર બેસાડી ગૌરવપથ પર લઈ ગયા હતા. બંનેને માર મારીને નાસી છૂટ્યા હતા. જિગર શેલડિયાને હોસ્પિટલમાં ખસેડાયો હતો. અડાજણ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે વિનાયક અને હિતેશ બંનેની અટક કરી હતી.