સુરતમાં ફરી એક વખત 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ થતાં ચકચાર મચી ગઇ છે. અહીંના વિસ્તારમાં બિલ્ડીંગમાં કામ કરતા મજૂરે દુષ્કર્મનો પ્રયાસ કરતાં બાળકીએ બુમાબુમ કરી હતી.જેને સાંભળીને આરોપી મજૂર ભાગી ગયો હતો. ખટોદરા પોલીસે આરોપી અભિમન્યુ સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વેસુ વિસ્તારમાં શ્રમિક પરિવારની 9 વર્ષની બાળકીનું મોઢું દબાવીને રેપનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવી બંધાતી બિલ્ડિંગમાં કામ કરતા મજૂરે 9 વર્ષની બાળકીનું મોઢું દબાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જેથી બાળકીએ બૂમાબૂમ કરી હતી. ત્યારે નજીકમાં રહેતા મજૂરો ત્યાં દોડી આવતા નરાધમ બાળકીને મુકી ભાગી ગયો હતો. ખટોદરા પોલીસે નરાધમ અભિમન્યુ સામે છેડતી અને પોક્સો એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.