બાબા રામદેવ આજ રોજ સુરતના મહેમાન બન્યા હતા. જેમાં તેમણે કાપોદ્વા સ્થિત પોતાની બ્રાન્ડ પરીધાનનનું ઉદ્ધાટન કર્યું હતું. પાટીદારોની માંગો ભાજપ પુરી કરશે કે નહીં તે અંગે પ્રતિક્રીયા આપતા બાબા રામદેવે જણાવ્યું હતું કે લોકોને ખબર જ છે તેમની માંગો ક્યાં પુરી થશે અને લોકો એટલા સમજદાર છે જ કે તેઓ સમજી વિચારીને જ વોટ આપશે.
ભાજપના મે ભી ચોકીદાર અભિયાન વિશે પ્રતિક્રીયા આપતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે ચોકીદારને ચોર કહ્યો એટલે ભાજપે ‘મે ભી ચોકીદાર’ અભિયાન શરૂ કરી દીધું. ચોકીદાર એટલે સિક્યોરીટી. જે દેશની સેવા કરે એ દેશનો ચોકીદાર.