રાજ્યમાં કોરોના સંક્રમણના આંક સતત વધી રહ્યા છે. આજે ગુજરાતમાં 1565 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે અમદાવાદ શહેરમાં 401 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સુરતથી પણ વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા પણ 6737 પર પહોંચી ગઈ છે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં નવા નવા નિયમો લદાઈ રહ્યા છે પરંતુ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. લોકોએ જાતે જ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.રાજ્યમાં માર્ચ મહિનામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સુરતમાં સૌથી વધુ સંક્રમણના કેસો નોંધાતા હતા પરંતુ આજે અમદાવાદમાં તેનાથી પણ વધારે લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા પણ 6737 પર પહોંચી ગઈ છે.દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના નવા 40,906 કેસ નોંધાયા હતા જેમાં મહારાષ્ટ્રમાં 25,000થી વધુ કેસ નોંધાયા છે. ઉપરાંત 23,623 દર્દીઓ સાજા થયા હતા જ્યારે 188 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,59,588 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,15,55,284 લોકો કોરોનાની લપેટમાં આવી ચુક્યા છે. તે પૈકીના 1,11,07,332 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે સક્રિય કેસની સંખ્યા 2,88,394 છે.
