સુરતના સરદાર નગર ઝોનમાંથી આજ રોજ દારૂના અડ્ડા પર સુરત પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી, પોલીસ આરોપીને ધરમાંથી ઉપાડીને લઈ જાય છે એવું તો સાંભળ્યું છે પણ અહીં પોલીસ આરોપીને ઘરમાંથી ખાટલા સાથે ઉપાડી ગયા હતા.
સુરતના સરદાર નગર ઝોન 4 પર પોલીસે રેડ પાડીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં આરોપીએ પોલીસ સાથે આવવાની ના પાડતા પોલીસ તેને ખાટલા સાથે ઘરમાંથી ઉપાડી ગઈ હતી. આજુબાજુના સ્થાનીક લોકોએ રીતસરના રામ બોલો ભાઈ રામના નારા પણ લગાવ્યા હતા.