સુરતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા સતત બીજા દિવસે ઉડ્યા છે. સુરત દારૂની મહેફિલ માણતા વધુ 14 લોકો ઝડપાયા છે. શહેરના અઠવા વિસ્તારમાં દારૂની મહેફિલ માણતી 6 મહિલા અને આઠ પુરૂષ ઝડપાયા છે. અઠવા વિસ્તારમાં આવેલી સિલ્વર રેસિડેન્સીના ધાબા પર શરાબના પ્યાલાની મહેફિલ માણવામાં આવી રહી હતી.
આ પાર્ટીનું આયોજન અંકિતાબહેન ઘરે યોજવામાં આવી છે. જેમા પોલીસ વિલન બની હકતી. પોલીસે દારૂ અને બે લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસ પકડમાં આવેલા તમામ મહિલા અને પુરૂષ શ્રીમંત પરિવારમાંથી આવતા હોવાનું સામે આવ્યુ છે.
પોલીસે રાત્રે એક વાગ્યે શરૂ કરવામાં આવેલી કામગીરી સવારના છ વાગ્યા સુધી ચાલી હતી. દારૂના નશામાં ઝડપાયેલા તમામને સિવિલ હોસ્પિટલમાં લોહીની તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. આ લોહીના સેમ્પલને ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે..પોલીસે દરોડા દરમ્યાન મોબાઈલ, દારૂનો જથ્થો, હુક્કાની પાઈપ અને વાસણ સહિતની વસ્તુને જપ્ત કરી છે.