આજ રોજ સુરતમાં ગુજરાત ખેડૂત સમાજ ની આગેવાની માં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 જાન્યુઆરીએ યોજાનાર જળયાત્રાની તૈયારી ના ભાગરૂપે ઓલપાડ રામચોકથી આ રેલી કાઢવામાં આવી હતી. આ જલયાત્રા સુરત જહાંગીરપુરા જિનથી સિંચાઇ વિભાગની કચેરી સુધી જલયાત્રા નીકળશે. આ જલયાત્રા રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઈ એ માટે ઓલપાડ તાલુકા મથકથી બાઈક રેલી ગામડાઓમાં ફરશે. આ રેલી સિંચાઈ વિભાગના વિવાદિત પરિપત્ર તેમજ પાણી રોટેશન ની માંગ સાથે તમામ ગામડાઓમાં ફરશે. જેમાં મોટી સંખ્યામાં ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો અને સ્થાનિક ખેડૂતો બાઈક રેલીમાં જોડાયા હતા.
