હાલ વિશ્વભરમાં કોરોના વાઇરસ ચાલી રહ્યું છે અને મોદી સરકાર દ્વારા 21 દિવસ માટે લોક-ડાઉન કરી દેવામાં આવ્યું છે. પોલિસ કર્મચારીઓ,ડોક્ટર,નર્સિંગ સ્ટાફ,સફાઈકામદારો,પત્રકાર લોકો સતત રાત દિવસ કામ કરી રહ્યા છે અને લોકો ને સમજાવી રહ્યા છે કે આ લડાઈ ઘરે બેસી ને લડવાની છે તો તમે ઘરે થી બહાર ન નીકળો. સુરત ના જાગૃત નાગરિક હાર્દિક પ્રજાપતિ,રાહુલ ગાયવાળા,કુંતેશ રડાડીયા અને તેમની STPL3D ટીમએ પોતાના દેશ ની આ લડતમાં સહાય કરી રહ્યા છે, તેમણે પેહલા માસ્ક-શિલ્ડ બનાવ્યું અને હવે STPL AEROSOL બોક્સ કે જેમાં કોવિડ -19 દર્દીઓની સારવાર કરતી તબીબી ફ્રન્ટ લાઇનર્સને સહાય કરવા માટે અને પ્રોટેક્ટ કરવા માટે આ બોક્સ તૈયાર કર્યા છે. આ એરોસોલ બોક્સ વાયરસથી સંક્રમિત દર્દીઓને કવર કરે છે અને તેમાં ત્રણ છિદ્રો છે, જેના દ્વારા ડોકટરો ઇન્ટ્યુબેશન કરી શકે છે. આ બોક્સ ડોકટરો અને મેડિકલ ફ્રન્ટ લાઇનર્સને ચેપગ્રસ્ત થવાથી બચાવવા અને સલામત વાતાવરણમાં તેમની ફરજો નિભાવવામાં મદદ કરે છે.આ બોક્સ ને એક્રેલિક સાથે ત્રણ ભાગોમાં બનાવાયું છે જેની ફ્રેમ એક્રેલિક છે તે ફરીથી વાપરી શકાય તેવું બનાવામાં આવ્યું છે.
Sunday, May 19