સુરતમાં હવે અકસ્માતખુબ સુરતના ઉધના પાસે આવેલા જીવન જ્યોત બીઆરટીએસ પાસે અકસ્માત સર્જાતા ચકચાર મચી જવા પામી હતી. બેફામ બીઆરટીએસ બસ ચાલકે એક બાળક સહિત ત્રણ લોકોને અડફેટે લેતા બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને અન્ય ત્રણ લોકો ખુબ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ ઘટનાને આંખ સામે જોઈને ઉશ્કેરાયેલા લોકોએ બીઆરટીએસ બસ પર પથ્થરમારો કરતા હંગામો મચી ગયો હતો. જેને પગલે ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.