સુરત પાસે આવેલા વલથાણ-કોસમાડી નહેર પાસે કાર નહેરમાં ખાબકી હોવાની ઘટના બની છે. ટેમ્પોને બચાવવા જતાં કાર નહેરમાં પડી હતી. પાણીમાં ડૂબતી કારનો કાચ તોડીને કારમાંથી બે લોકો બહાર આવ્યા હતા. મુંબઇ સિદ્ધિ વિનાયકના દર્શન કરીને પરત ફરતા આ અકસ્માત નડ્યો હતો. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા હતા
મળતી માહિતી પ્રમાણે સુરતના રહેવાસીઓ કાર લઇને મુંબઇ સિદ્ધિ વિનાયક દર્શન કરવા માટે ગયા હતા. જેઓ આજે બુધવારે પરત ફરી રહ્યા હતા. તેઓ પોતાની કાર લઇને વલથાણ-કોસમાડી નહેર પરથી પસાર થતા હતા. રસ્તામાં આવેલા શાકભાજીના ટેમ્પોને બચાવવા જતાં કાર ચાલકે કાબુ ગુમાવતા કાર બાજુની નહેરમાં ખાબકી હતી. નહેરમાં કાર ખાબકતા કારમાં પાણી ભરાવા લાગ્યું હતું. જોકે, કારમાં સવાર બે લોકો કારનો કાચ તોડીને બહાર આવ્યા હતા.