સુરતના સરથાણા વિસ્તારમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસુમોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનામાં દાજી ગયેલા અને ઘાયલ થયેલા લોકો હજુ પણ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. આગથી બચવા માટે જે-જે બાળકોએ ચોથા માળ પરથી છલાંગ લગાવી હતી. તેમાંથી કેટલાક બાળકોના મોત થતા હતા અને કેટલાક બાળકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ ઉપરાંત જે લોકો ઉપરથી કુદી રહેલા બાળકોને નીચે પકડી રહ્યા હતા. તેમાંથી કેટલાક લોકોને ફ્રેકચર થયા હતા. ઘટનાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બાળકોની મુલાકાતે આવ્યા હતા. ઘટના બની હતી તે સમયે જ ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તંત્રને કડક હાથે કામગીરી કરવાના સૂચનો આપ્યા હતા.
કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવીયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પરમ દિવસે શપથ લીધા પછી મારા માનમાં હતું કે, સુરતની અંદર જે 22 માસુમ બાળકોના જીવ ગયા છે. જે અકસ્માત થયો અને તેમાં જે માસુમ બાળકોના જીવ ગયો, તેમના પરિવારજનોને દિલોસોજી પાઠવવા માટે જવું છે. જેના ભાગરૂપે હું સુરત આવ્યો છે.