સુરત શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસો સતત વધી રહ્યા છે. જેના પગલે સુરતમાં ઘણા વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન (containment zone) માં મુકાયા હતા. ત્યારબાદ લોકડાઉન 4.0 (lockdown4) માં ઘણા વિસ્તારોને છુટછાટ આપવામાં આવી હતી. જે વિસ્તારોમાં કેસો ઓછા થયા તે વિસ્તારોમાં છુટછાટ અપાઈ હતી. પરંતુ જ્યાં કેસો છે તે સમગ્ર વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાં જ મુકવામાં આવ્યા હતા. જેથી સ્થાનિકો દ્વારા માત્ર ઘર પુરતું જ કે સોસાયટી પુરતું જ કન્ટેનમેન્ટ ઝોન બનાવવા માંગણી કરાતા ઘણા વિસ્તારોને કન્ટેનમેન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે.
સેન્ટ્રલ ઝોન(central zone, surat) વિસ્તારમાં રહેતા લોકોને ક્લસ્ટર (cluster) તરીકે જાહેર કરી બીજો હુકમ ન થાય ત્યાં સુધી ફરજીયાત હોમ ક્વોરન્ટાઈનમાં રહેવા હુકમ કરવામાં આવેલ હતો, જેના કારણે સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. અને જે સોસાયટી કે મહોલ્લામાં પોઝીટીવ કેસો હોય ત્યાં જ માત્ર ક્લસ્ટર જાહેર કરવા માટે જણાવ્યું હતું. જેથી હવે જે સોસાયટીમાં કેસો છે તેવી સોસાયટીાં જ પાબંધી રાખવામાં આવશે. અને હવે જે ક્લસ્ટર માંથી નીચે જણાવેલ વિસ્તારને ક્લસ્ટર માંથી મુક્ત કરવાનો હુકમ સુરત મહાનગરપાલિકા કમિશનર (smc commisioner) બંછાનિધિ પાની દ્વારા કરવામાં આવ્યો છે
રીંગરોડ તથા રિંગ રોડ ને લાગુ સેન્ટ્રલ ઝોન પૈકીના આંતરિક રસ્તાઓ લાગુ તમામ કોમર્શિયલ અને ટેક્ષટાઈલ માર્કેટ તથા તેને લાગુ તમામ ધંધાકીય એકમો, ચોક ચાર રસ્તાથી ભાગળ ચાર રસ્તા થી દારૂખાના રોડથી સિનેમા રોડ થી દિલ્હીગેટ તરફ જતાં રાજમાર્ગ પર આવેલ તમામ કોમર્શિયલ માર્કેટ તથા તેને લાગુ તમામ ધંધાકીય એકમો, ભાગળ ચાર રસ્તા થી ભાજી વાળી પોળ ચાર રસ્તા થી જમણે ટર્ન લઈ રૂવાલા ટેકરા થી ભાગળ ચાર રસ્તા સુધીનો એરિયા, ચોક ચાર રસ્તા થી હોડી બંગલા સુધી ના મુખ્ય રસ્તાની બંને બાજુ જાહેર કરવામાં આવેલ તમામ ધંધાકીય એકમો આ તમામ વિસ્તારોને હવે ક્લસ્ટરમાંથી મુક્તિ આપવામાં આવી છે. જેથી અહી કામકાજ માટે લોકો બહાર જઈ શકશે અને કામ-ધંધા પણ કરી શકાશે. આ વિસ્તાર સિવાયના અન્ય વિસ્તાર ક્લસ્ટર તરીકે ચાલુ રહેશે. તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અન્યથા સદર હુકમનો અનાદર કરનારની સામે ઈન્ડીયન પીનલ કોડની કલમ-૧૮૮ તથા એપેડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.