સુરત શહેર બાદ સુરતના જિલ્લાઓમાં પણ કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. જૂન મહિનામાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ જૂનના 22 દિવસમાં 223 નોંધાયા છે. એપ્રિલ મહિનામાં કોરોનાના 28 કેસ નોંધાયા હતાં. મે મહિનામાં તે ત્રણ ઘણા એટલે કે 90 કેસનો વધારો થઈ 118 થયો હતો. જ્યારે જૂન મહિનાના 22 દિવસમાં જ 223 કેસનો વધારો થયો છે. એટલે હાલ જિલ્લામાં 341 કેસ નોંધાયા છે. સુરત શહેરને અડીને આવેલા ચોર્યાસી, ઓલપાડ અને કામરેજ તાલુકામાં સૌથી વધુ કેસો નોંધાયા છે.
