સુરતમાં ચાર નવા શંકાસ્પદ કોરોના વાયરસના કેસ નોંધાયા છે જેમાં સુરતમાં હજી એક 65 વર્ષીય મહિલા કે જે દ્વારકા થી હાલ જ સુરત આવી હતી તેને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા.58 વર્ષીય મહિલાને પણ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા જેની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.32 વર્ષીય યુવાન જે હાલ જ દુબઈ થી સુરત આવ્યો તેને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા.31 વર્ષીય મહિલા કે જે હાલ જ પતિ સાથે દુબઈ ગઈ હતી તેને પણ ના શંકાસ્પદ કોરોના વાયરસ કેસમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે
અત્યાર સુધી સુરતમાં ત્રણ કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 11 કેસોમાં નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. જ્યારે હજુ નવ કેસો ના રિપોર્ટ આવવાના બાકી .સુરતમાં શંકાસ્પદ કોરોના વાયરસ અને પોઝિટિવ કેસ મળી બાર દર્દીઓ દાખલ થયા છે