સુરતમાં દરરોજ પોઝિટીવ કેસો વધવાની ગતિ પણ વધી છે. પહેલા જ્યાં દરરોજ 70 થી 80 કેસ આવતા હતાં હવે 150થી વધુ કેસ આવવા લાગ્યા છે. શહેરમાં હવે એક જ દિવસમાં 150 થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. સૌથી વધુ કોરોનાનો કહેર કતારગામ ઝોનમાં છે. કતારગામ ઝોનમાં એક જદિવસમાં 52 પોઝિટિવ કેસ(Positive Cases) નોંધાયા હતા. તેમજ સેન્ટ્રલ ઝોનમાં 21, વરાછા-એ ઝોનમાં 21, વરાછા-બી ઝોનમાં 16, રાંદેરમાં 11, લિંબાયત ઝોનમાં 17, ઉધનામાં 9, અને અઠવા ઝોનમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સતત ત્રણ દિવસથી શહેરમાં એક દિવસમાં પોઝિટિવ કેસ(Positive Cases)નો આંક 150 થી ઉપર જ જઈ રહ્યો છે. ગુરૂવારે શહેરમાં વધુ 152 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અને તે સાથે જ કુલ પોઝિટિવ કેસનો આંક 3836 પર પહોંચ્યો છે. તેમજ વધુ 3 મોત સાથે કુલ મૃત્યુઆંક 149 થયો છે.
ગુરૂવારે કુલ 102 દર્દઓ ડિસ્ચાર્જ થયા હતા. અને અત્યારસુધીમાં કુલ 2432 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અને શહેરમાં હાલમાં એક્ટીવ કેસ 1404 છે. શહેરમાં પોઝિટિવ કેસ સતત વધવાને કારણે એક્ટીવ કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે.