છેલ્લા 6-7 દિવસથી કતારગામ ઝોન(Zone)માં કોરોના(Corona)ના પોઝિટિવ કેસ(Case)માં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવારે નોંધાયેલા પોઝિટિવ કેસમાં 29 કેસ કતારગામ ઝોનમાં નોંધાયા હતા. અને જે પૈકી 11 દર્દી તો રત્નકલાકાર જ છે. જ્યારે એક હીરા વેપારી છે, અનલોક-1માં જે રીતે શહેરની જીવાદોરીસમાન ડાયમંડ(Diamond) ઈન્ડસ્ટ્રી ફરી ચાલુ કરાઇ છે તેમાં કોરોનાનું સંક્રમણ પણ પહોંચી ગયું છે. તેમજ છેલ્લા ચાર-પાંચ દિવસથી તો રોજ એક ડઝનથી વધુ રત્નકલાકારો અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જ હોય છે. માત્ર કતારગામ ઝોનમાં જ નહીં અન્ય ઝોનમાં પણ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો કોરોના પોઝિટિવ(Positive) આવી રહ્યા છે. જેથી ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં 1 ઘંટી પર 1 વ્યક્તિને બેસાડવામાં આવે તેમજ કામ કરનારાઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તેમજ ઓછો સ્ટાફ હોય અને તમામ લોકોને ફરજિયાતપણે માસ્ક પહેરવાનું પાલન કરવા કમિશનરે અપીલ કરી છે.
