સુરતના પોશ એરિયા ગણાતા વેસુમાં આવેલા ટ્યુશન ક્લાસીસમાં થોડા દિવસો પહેલાં ભયાનક આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં માસુમ વિદ્યાર્થી અને ટીચરનું મોત નિપજ્યુ હતું. ટ્યુશન ક્લાસીસની આગની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે સુરતનાં અન્ય ટ્યુશન ક્લાસીસની તપાસ શરૂ કરી છે.
સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે આજે અડાજણા વિસ્તારમાં ઈસ્કોન પ્લાઝા ખાતે આવેલા બ્રેઈન લર્નીંગ ટ્યુશન ક્લાસીસને ફાયર સેફટી સહિતના વિવિધ કારણોસર સીલ મારવામાં આવ્યું છે. બ્રેઈન ચાઈલ્ડ લર્નીંગ નામના ટ્યુશન ક્લાસીસને સીલ મારી દેવામાં આવતા ટ્યુશન ક્લાસીસનાં સંચાલકોમાં ભારે ફફડાડ વ્યાપી ગયો છ.
ફાયરની ટીમે અત્યાર સુધી સાત જેટલા ટ્યુશન ક્લાસીસને સીલ મારી દીધા છે જ્યારે 230 જેટલા ટ્યુશન ક્લાસીસને નોટીસ આપવામાં આવી છે.