સુરતા પુણા વિસ્તારમાં આજ રોજ કોર્પોરેશન દ્વારા કરાયેલા ખોદકામમાં એક ઉંડા ખાડામાં ગાય ફસાઈ ગઈ હતી. ગાયને બચાવવા માટે લોકો ભેગા થઊ ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
સુરત મહાનગર પાલિકા દ્વારા અવાર નવાર ખોદકામ રસ્તા પર ચાલુ હોય છે અને ત્યાબાદ આ ખાડાને ખુલ્લા મુકી દેવામાં આવે છે. આજ રોજ એક ગાય તેમાં ફસાઈ જતા લોકો ભેગા થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડની મદદથી દોરડા વડે ગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.