સુરત પોલીસ કમિશનર દ્નારા આજ રોજ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું હતું કે સમગ્ર અઠવાડિયા દરમિયાન કામકાજ કર્યા બાદ અઠવાડિયામાં અધિકારીઓવે વીકલી ઓફ મળે તે જરૂરી છે. અ અંગે પુખ્ચ વિચારણા બાદ દર રવિવારે પોલીસ ઈનસ્પેક્ટર અને પોલીસ સબ ઈનસ્પેક્ટરને વીકલી ઓફ રહેશે. આ દરમિયાન સેકન્ડ પોલીસ ઈનસ્પેક્ટર અને સેકન્ડ પોલીસ સબ ઈનસ્પેક્ટર ફરજ બજાવશે. તેમને રવિવાર સિવાયના અન્ય કોઈ દિવસે વીકલી ઓફ આપવામાં આવે છે.
