ગુજરાતમાં કોરોના કેસવી સંખ્યા વધી રહી છે. તેમજ લોકો કરફ્યુ વિસ્તારમાં લોકડાઉન ન આ પાલન કરતા નથી. સવારથી લઇને સાંજના પાંચ વાગ્યા સુધીમાં વધુ 93 કેસ નોંધાય ચૂક્યા છે. તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 196 કેસ નોંધાયા છે. ત્યારે આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મોટા શહેરમાં જે કર્ફ્યૂ લાદવામાં આવ્યુ હતુ તેને 24 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા અને હોટસ્પોટ વિસ્તારમાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યુ હતુ.
ગુજરાતમાં કોરોનાના સંકટને પગલે કફર્યૂની સમય મર્યાદામાં વધારો કરાયો છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં 24 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી કફર્યૂનો સમય વધારવામાં આવ્યો છે. ખાસ કરીને રાજ્યમાં હોટસ્પોટ ગણાતા વિસ્તારમાં જ કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યારે આ વિસ્તારમાં જ સરકાર દ્વારા કફર્યૂ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યના મોટાભાગના કેસ આ ત્રણેય શહેરોમાં નોંધાયા છે. જેને પગલે આ ત્રણેય શહેરમાં 24 એપ્રિલના 6 વાગ્યા સુધી કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. અમદાવાદમાં 34 મોતમાંથી 25 મોત કોટ વિસ્તારના દર્દીના થયા છે. તેમજ રાજકોટમાં પણ 38 દર્દીમાંથી 30 દર્દી જંગલેશ્વરમાં નોંધાયા છે.